Pasag Vihar
    • Pasag Vihar
    • Guruji
    • Parawani
    • Online Library
    • Articles
    • Dictionary
    • Media
    • Contact Us
Donate
Sign in
Spiritual Glossary

Adhyatmik Dictionary

59 Jain spiritual terms in Gujarati with definitions.

​
​
અ
આ
ઉ
ગ
ચ
જ
ત
દ
ન
પ
બ
મ
ય
લ
વ
શ
સ

અ


અંતર્મુખતા

બાહ્ય પદાર્થોમાંથી ચિત્તની નિવૃત્તિ, આત્મામાં ચિત્તની સ્થિરતા.

અતીન્દ્રિય

ઈન્દ્રિયોથી ન જાણી શકાય એવો પદાર્થ.

અનંત

જેનો અંત નથી એવો પદાર્થ.

અનુપ્રેક્ષા

કાર્ય-કારણ ભાવ આદિની વિચારણા દ્વારા નિષ્કર્ષ સુધી પહોંચવું.

અપર વૈરાગ્ય

અનુત્કૃષ્ટ વૈરાગ્ય, સાધન રૂપ વૈરાગ્ય.

અભ્યંતર

આંતરિક, inner

અહંત્વ

હું પણું.

આ


આરાધના

મન, વચન, કાયાથી/નું શુભમાં જોડાવવું

આલંબન

સહારો, ટેકો

ઉ


ઉદાસીન ભાવ

નિષ્પક્ષભાવ, neutral (ન રાગ, ન દ્વેષ)

ઉદાસીનભાવ

સાક્ષીભાવ, સર્વ પરથી અને પર્યાયોથી ઉપર ઉઠવું…

ઉપયોગ

આત્માની જ્ઞાનશક્તિ, ચેતના (ફોકસ).

ઉપાદાન

ક્રિયા જેમાં ઉત્પન્ન થાય તે ક્રિયાનું તે દ્રવ્ય.

ઉપાદેય

આદરવા લાયક.

ઉપાધિ

(સમીપતાના કારણે) જેમાં સ્વરૂપનો આભાસ થાય અથવા જેનો સ્વરૂપમાં આભાસ થાય તે પદાર્થ (જેમ સ્ફટિકમાં લાલ રંગ).

ઉપેક્ષા

ન ગણકારવું, to ignore

ગ


ગુણસ્થાનક

ગુણોનો વિકાસ ક્રમ

ચ


ચારિત્ર

માણવું, અનુભવવું (સામાન્ય અર્થ આચરણ)

જ


જ્ઞાન

જાણવું, વિશષ બોધ

જ્ઞાનાવરણીય

જ્ઞાનમાં આવરણ પેદા કરતું નિમિત્તભૂત કર્મ.

જ્ઞાયક

જાણનાર – શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ અસ્તિત્વ.

ત


તત્ત્વ

વાસ્તવિકતા, તેમાં તે પણું.

તારક તત્વ

આત્માનું લાભ/ઉત્થાન કરનાર તત્વ

દ


દર્શન

જોવું, સામાન્ય બોધ

દ્રવ્ય

ગુણ અને પર્યાયથી યુક્ત, ત્રણે કાળ રહેનાર મૂળ પદાર્થ.

દ્વંદ્વ

આત્માનું પરમય (બીજામય) થવું.

ન


નાશવંત/અનિત્ય

વિનાશી/temporary

નિમિત્ત

ક્રિયા જેના સહકારથી ઉત્પન્ન થાય તે નિમિત્ત (પરદ્રવ્ય).

નિર્મલ

મળ રહિત, ભેળસેળ વિનાનું, શુદ્ધ.

નિર્લેપ

લેપ રહિત, રાગાદિ પરિણામોથી દૂર રહેનાર.

નિર્વિકલ્પ

વિકલ્પ-શૂન્ય, ધ્રુવસ્વરૂપમાં એકાકારતા.

નિશ્ચય નય

આંતરિક દૃષ્ટિકોણ, દ્રવ્ય દૃષ્ટિ

નિશ્ચયનય

વસ્તુમાં રહેલા ધ્રુવત્વને પ્રાધાન્ય આપતી દૃષ્ટિ.

પ


પરમાણુ

Atom, જડ વસ્તુનો સુક્ષ્મ અવિભાજ્ય અંશ

પરવશતા

પરાધીનતા

પરવૈરાગ્ય

ઉત્કૃષ્ટ વૈરાગ્ય.

પરાકાષ્ઠા

extreme

પરાર્થ

પરોપકાર

પરિણતિ

આત્માનો પરિણામ, પક્ષપાત

પર્યાય

વસ્તુની ક્ષણિક અવસ્થા.

બ


બહિર્મુખતા

બાહ્ય પદાર્થોમાં ચિત્તની પ્રવૃત્તિ.

બાધક

પ્રતિબંધક, નડતર રૂપ.

બાહ્ય

બહારનું

મ


મમત્વ

મારા પણું.

મારક તત્વ

આત્માને નુકશાન/પતન કરનાર તત્વ

મોહનીય

પરમાં સ્વ-ભ્રમ અને રાગ દ્વેષ માટે નિમિત્તભૂત કર્મ.

ય


યુક્તિ

તર્ક.

લ


લય

અસ્તિત્વની અખંડ હયાતીનું સાતત્ય.

વ


વિકલ્પ

વિચારની સૂક્ષ્મ અવસ્થા

વિભાવ

જે આત્મનો મૂળભૂત સ્વભાવ નથી પરંતુ કર્મોદય નિમિત્તે જીવમાં ઉત્પન્ન થાય છે એવા રાગદ્વેષ મોહ વિ…

વિરાધના

મન, વચન, કાયાથી/નું અશુભમાં જોડાવવું

વીતરાગતા

રાગની ગેરહાજરી/શૂન્યતા

વૈરાગ્ય

રાગની મંદતા

વ્યવહાર નય

બાહ્ય દૃષ્ટિકોણ, પર્યાય દૃષ્ટિ

વ્યવહારનય

વસ્તુની વિવિધ અવસ્થાઓને પ્રાધાન્ય આપતી દૃષ્ટિ.

શ


શાશ્વત/નિત્ય

અવિનાશી/permanent

સ


સમ્યગ્દર્શન

સ્વરૂપની અનુભૂતિ

સાધના

આત્મા અને આત્માના સ્વભાવની જાગૃતિપૂર્વક વર્તવું

સ્વાનુભૂતિ

સ્વ (આત્મા)ની અનુભૂતિ, self experience

Pasag Vihar

A spiritual home for the Jain seeker — magazine, digital library, articles, shibirs, and seva, carried by two Section-8 foundations.

PASAG Vihar Foundation

Reg. u/s 80G · Section-8 Company

Mahaveer Keval Foundation

Reg. u/s 12AB · Section-8 Company
Gat No. 925, Village Anjneri, Taluka Trambakeshwar, District Nashik — 422213
ExploreHomeAboutOnline LibraryStoreArticlesDictionary
FoundationDonateAuthorsContact
PoliciesPrivacy PolicyShipping PolicyRefund PolicyTerms & Conditions

PASAG Vihar Foundation (CIN: U85499MH2024NPL429800, 80G) · Mahaveer Keval Foundation (CIN: U88900MH2024NPL418489, 12AB) · 101, 1st Floor, Plot No. 439, Hasham Premji Building, Kalbadevi, Mumbai - 400002
© 2026 PASAG. All rights reserved.PASAG Vihar Dhyan Kendra · Anjneri, Nashik
Seva

Support publication, preservation, and outreach

Contribute to either foundation — PASAG Vihar (80G-approved) or Mahaveer Keval (12AB-registered) — with a receipt issued for every gift.

Donate NowAbout the Foundations

Bring the teachings home

Print editions, books, and multi-year subscriptions.

Visit the Store